Bhagavad Gita: Chapter 15, Verse 16

દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ।
ક્ષરઃ સર્વાણિ ભૂતાનિ કૂટસ્થોઽક્ષર ઉચ્યતે ॥ ૧૬॥

દ્વૌ—બે; ઈમૌ—આ; પુરુષૌ—જીવ; લોકે—સૃષ્ટિમાં; ક્ષર:—નશ્વર; ચ—અને; અક્ષર:—અવિનાશી; એવ—પણ; ચ—અને; ક્ષર:—નશ્વર; સર્વાંણિ—સર્વ; ભૂતાનિ—જીવો; કૂટ-સ્થ:—મુક્તિ પામેલા; અક્ષર:—અવિનાશી; ઉચ્યતે—કહેવાય છે.

Translation

BG 15.16: સૃષ્ટિમાં બે પ્રકારના જીવો હોય છે, ક્ષર તથા અક્ષર. સર્વ નશ્વર જીવો માયિક પ્રદેશમાં હોય છે. અવિનાશી જીવો મુક્ત જીવો હોય છે.

Commentary

માયિક ક્ષેત્રમાં માયા જીવાત્માને માયિક શરીર સાથે બાંધી દે છે. આત્મા સ્વયં શાશ્વત હોવા છતાં પણ તે પુન: પુન: શરીરના જન્મ અને મૃત્યુની પ્રક્રિયાનો અનુભવ કરે છે. તેથી શ્રીકૃષ્ણ માયિક પ્રદેશના દેહધારી જીવંત તત્ત્વોને ક્ષર તરીકે સંબોધે છે. તેમાં સર્વ જીવો, સૂક્ષ્માતિસૂક્ષ્મ જંતુથી કરીને સર્વોચ્ચ સ્વર્ગીય દેવતાઓનો સમાવેશ થાય છે.

આનાથી અતિરિક્ત ભગવદ્દ-ધામના દિવ્ય પ્રદેશના આત્માઓ છે. આ આત્માઓ અવિનાશી શરીર ધરાવતા હોય છે, જેમાં તેમને મૃત્યુની ઘટનાનો અનુભવ કરવો પડતો નથી અને તેથી તેમને અક્ષર (અવિનાશી) શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવે છે.