અહઙ્કારં બલં દર્પં કામં ક્રોધં ચ સંશ્રિતાઃ ।
મામાત્મપરદેહેષુ પ્રદ્વિષન્તોઽભ્યસૂયકાઃ ॥ ૧૮॥
અહંકારમ્—અહંકાર; બલમ્—બળ; દર્પમ્—ઘમંડ; કામમ્—કામના; ક્રોધમ્—ક્રોધ; ચ—અને; સંશ્રિતા:—દ્વારા; મામ્—મને; આત્મ-પર-દેહેષુ—પોતાના તથા અન્યના શરીરમાં; પ્રદ્વિષન્ત:—નિંદા; અભ્યસૂયકા:—આસુરી.
Translation
BG 16.18: અહંકાર, બળ, ઘમંડ, કામ, ક્રોધથી અંધ બનેલા આસુરી લોકો તેમના પોતાના શરીરમાં તથા અન્યના શરીરમાં રહેલી મારી ઉપસ્થિતિની નિંદા કરે છે.
Commentary
અહીં શ્રીકૃષ્ણ જે લોકો આસુરી પ્રકૃતિ ધરાવે છે, તેમના અન્ય સાંકેતિક લક્ષણોનું વર્ણન કરે છે. તેઓ અધમ, દુષ્ટ, ક્રૂર, લડાયક અને પ્રમત્ત હોય છે. તેઓ પોતે કોઈ ધર્મ સંગત ગુણો ધરાવતા નથી, છતાં પણ અન્ય સર્વના દોષ-દર્શન કરવામાં આનંદ મેળવે છે. તેઓ પોતાને સર્વશ્રેષ્ઠ માને છે તથા આ આત્મ-શ્લાઘાની પ્રકૃતિના પરિણામે તેઓ અન્યની સફળતાની ઈર્ષ્યા કરે છે. જો ક્યારેય પણ તેમની યોજનાઓ માટે તેમનો વિરોધ કરવામાં આવે, તો ક્રોધિત થઈ જાય છે તથા અન્ય તેમજ પોતાના માટે પણ સંતાપનું કારણ બને છે. પરિણામે, તેઓ તેમનાં પોતાના તેમજ અન્યના અંત:કરણમાં સ્થિત પરમાત્માની ઉપેક્ષા અને અનાદર કરે છે.