Bhagavad Gita: Chapter 1, Verse 43

દોષૈરેતૈઃ કુલઘ્નાનાં વર્ણસઙ્કરકારકૈઃ ।
ઉત્સાદ્યન્તે જાતિધર્માઃ કુલધર્માશ્ચ શાશ્વતાઃ ॥ ૪૩॥

દોષૈ:—આવાં દોષો વડે; એતૈ:—આ સર્વ; કુળઘ્નાનામ્—કુળનો વિનાશ કરનારા માટે; વર્ણસંકર—અવાંછિત સંતતિ; કારકૈ:—કારણોથી; ઉત્સાદ્યંતે—વિનષ્ટ થઈ જાય છે; જાતિ-ધર્મ:—સામુદાયિક તથા પારિવારિક કલ્યાણ પ્રવૃત્તિઓ; કુળ-ધર્મ:—કુળધર્મ; ચ—અને; શાશ્વતા:—સનાતન.

Translation

BG 1.43: જેઓ કુળ પરંપરાઓનો નાશ કરે છે અને એ રીતે અવાંછિત સંતતિની વૃદ્ધિ કરે છે, તેઓનાં દુષ્કર્મોથી સર્વ પ્રકારનાં સામુદાયિક તથા પારિવારિક કલ્યાણની પ્રવૃત્તિઓનો વિનાશ થઈ જાય છે.