તતઃ શઙ્ખાશ્ચ ભેર્યશ્ચ પણવાનકગોમુખાઃ ।
સહસૈવાભ્યહન્યન્ત સ શબ્દસ્તુમુલોઽભવત્ ॥ ૧૩॥
તત:—ત્યાર પછી, શંખા:—શંખ, ચ—પણ, ભેર્ય:—વાદ્યયંત્ર, ચ—અને, પણવ-આનક—ઢોલ તથા મૃદંગ, ગો-મુખ:—શ્રુંગ, સહસા—અચાનક, એવ—નક્કી, અભ્યહન્યન્ત—એક સાથે જ વગાડવામાં આવ્યા, સ:—તે, શબ્દ:—ધ્વનિ, તુમુલ:—ઘોંઘાટપૂર્ણ, અભવત્—થયો.
Translation
BG 1.13: તત્પશ્ચાત્ શંખ, નગારાં, શ્રુંગ, તથા રણશિંગા સહસા એકસાથે વાગવા લાગ્યાં, જેનો સંયુક્ત વાદ્યઘોષ અત્યંત ઘોંઘાટભર્યો હતો.
Commentary
યુદ્ધ માટે ભીષ્મ પિતામહની તીવ્ર આતુરતા જોઈને કૌરવસેના પણ આતુર થઈ ગઈ અને વાદ્યયંત્રોથી ભયંકર ધ્વનિ શરુ કરી દીધો. પણવનો અર્થ છે ઢોલ, આનકનો અર્થ છે મૃદંગ, અને ગોમુખનો અર્થ છે શ્રુંગ. આ બધાં સંગીતના વાદ્યયંત્રો છે અને તે બધાંનાં સંયુક્ત ધ્વનિને કારણે ભયંકર ઘોંઘાટ ઉત્પન્ન થયો.