અનાદિત્વાન્નિર્ગુણત્વાત્પરમાત્માયમવ્યયઃ ।
શરીરસ્થોઽપિ કૌન્તેય ન કરોતિ ન લિપ્યતે ॥ ૩૨॥
અનાદિત્વાત્—આદિરહિત; નિર્ગુણત્વાત્—માયિક ગુણોથી રહિત; પરમ—પરમ; આત્મા—આત્મા; અયમ્—આ; અવ્યય:—અવિનાશી; શરીર-સ્થ:—શરીરમાં નિવાસ કરતા; અપિ—યદ્યપિ; કૌન્તેય—અર્જુન,કુંતીપુત્ર; ન—ન તો; કરોતિ—કરવું; ન—કે ન; લિપ્યતે—લિપ્ત થતો નથી.
Translation
BG 13.32: હે કૌન્તેય, પરમાત્મા અવિનાશી, અનાદિ અને માયિક ગુણોથી રહિત છે. શરીરની અંદર જ સ્થિત હોવા છતાં પણ તે ન તો કોઈ ક્રિયા કરે છે કે ન તો પ્રાકૃત શક્તિથી લિપ્ત થાય છે.
Commentary
પરમાત્મા સ્વરૂપે જીવોના અંત:કરણમાં સ્થિત ભગવાન કદાપિ શરીર સાથે તાદાત્મ્ય સાધતા નથી કે તેના અસ્તિત્ત્વના સ્થાનથી પ્રભાવિત થતા નથી. માયિક શરીરમાં તેમની ઉપસ્થિતિ તેમને કોઈપણ પ્રકારે માયિક બનાવતી નથી. વળી, તેઓ કર્મના સિદ્ધાંત કે જન્મ-મૃત્યુના ચક્રને આધીન હોતા નથી, જયારે કે આત્મા આ સર્વનો અનુભવ કરે છે.