યથા સર્વગતં સૌક્ષ્મ્યાદાકાશં નોપલિપ્યતે ।
સર્વત્રાવસ્થિતો દેહે તથાત્મા નોપલિપ્યતે ॥ ૩૩॥
યથા—જેવી રીતે; સર્વ-ગતમ્—સર્વવ્યાપી; સૌક્ષ્મ્યાત્—સૂક્ષ્મતાને કારણે; આકાશમ્—આકાશ; ન—નહીં; ઉપલિપ્યતે—દૂષિત થાય છે; સર્વત્ર—સર્વત્ર; અવસ્થિત:—સ્થિત; દેહે—શરીર; તથા—તેવી રીતે; આત્મા—આત્મા; ન—નહીં; ઉપલિપ્યતે—દૂષિત થાય છે.
Translation
BG 13.33: આકાશ સર્વને પોતાનામાં ધારણ કરે છે, પરંતુ સૂક્ષ્મ હોવાના કારણે તે જેને ધારણ કરે છે, તેના પ્રત્યે લિપ્ત થતું નથી. એ જ પ્રમાણે, આત્માની ચેતના સમગ્ર શરીરમાં વ્યાપ્ત હોવા છતાં પણ આત્મા શરીરના ગુણોથી પ્રભાવિત થતો નથી.
Commentary
આત્મા નિદ્રા, ભ્રમણ, થાક, તાજગી વગેરેનો અનુભવ કરે છે, કારણ કે, અહમ્ તેનું શરીર સાથે તાદાત્મ્ય કરે છે. કોઈને પ્રશ્ન થાય કે જે શરીરમાં તે નિવાસ કરે છે તે શરીરના પરિવર્તનો પરમાત્માને શા માટે દૂષિત કરતા નથી. શ્રીકૃષ્ણ આ અંગે આકાશનું દૃષ્ટાંત પ્રસ્તુત કરે છે. આકાશ સર્વને ધારણ કરે છે પરંતુ છતાં બિનપ્રભાવિત રહે છે, કારણ કે તેણે ધારણ કરેલા સ્થૂળ પદાર્થોથી તે સૂક્ષ્મતર છે. એ જ પ્રમાણે, આત્મા એ સૂક્ષ્મ શક્તિ છે. તે માયિક શરીર સાથે તાદાત્મ્ય સાધવા છતાં સ્વયંની દિવ્યતા જાળવી રાખે છે.