ઊર્ધ્વં ગચ્છન્તિ સત્ત્વસ્થા મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ ।
જઘન્યગુણવૃત્તિસ્થા અધો ગચ્છન્તિ તામસાઃ ॥ ૧૮॥
ઊર્ધ્વમ્—ઉપર; ગચ્છન્તિ—જાય છે; સત્ત્વ-સ્થા:—જે લોકો સત્ત્વગુણમાં સ્થિત છે; મધ્યે—વચ્ચે; તિષ્ઠન્તિ—રહે છે; રાજસા:—રજોગુણી; જધન્ય—ઘૃણાસ્પદ; ગુણ—ગુણ; વૃત્તિ-સ્થા:—વૃત્તિમાં લીન; અધ:—નીચે; ગચ્છન્તિ—જાય છે; તામસા:—તમોગુણી.
Translation
BG 14.18: સત્ત્વગુણી ઊર્ધ્વ-ગમન કરે છે, રજોગુણી મધ્યમાં રહે છે અને જધન્ય ગુણ-વૃત્તિ ધરાવતા લોકોનું અધ:પતન થાય છે; જયારે જે ગુણાતીત હોય છે, તે મને પ્રાપ્ત કરે છે.
Commentary
શ્રીકૃષ્ણ સમજાવે છે કે જીવાત્માનો પુનર્જન્મ તેના વ્યક્તિત્ત્વમાં પ્રદર્શિત ગુણોની પ્રધાનતા સાથે જોડાયેલો છે. આ જન્મમાં તેનો પડાવ પૂર્ણ કરીને જીવાત્મા તેના ગુણને અનુરૂપ સ્થાને પહોંચે છે. આ વિષયની તુલના વિદ્યાલય (શાળા)નું શિક્ષણ પૂર્ણ કરીને મહાવિદ્યાલય(કોલેજ)માં શિક્ષણ માટે અરજી કરતા વિદ્યાર્થીઓ સાથે કરી શકાય. વિદ્યાલયના સ્તરે ઉચ્ચ યોગ્યતા પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓને ઉત્તમ મહા-વિદ્યાલયમાં પ્રવેશ પ્રાપ્ત થાય છે, જયારે જેના પ્રાપ્તાંક અને અન્ય યોગ્યતાઓ ઓછી હોય છે, તેઓને નિમ્ન સ્તરના મહા-વિદ્યાલયમાં પ્રવેશ પ્રાપ્ત થાય છે.
ભાગવતમ્ વર્ણન કરે છે:
સત્ત્વે પ્રલીનાઃ સ્વર્યાન્તિ નરલોકં રજોલયાઃ
તમોલયાસ્તુ નિરયં યાન્તિ મામેવ નિર્ગુણાઃ (૧૧.૨૫.૨૨)
“સત્ત્વગુણી ઉચ્ચ સ્વર્ગીય લોકમાં જાય છે; રજોગુણી પૃથ્વીલોકમાં પાછા આવે છે; અને તમોગુણી નિમ્નતર લોકમાં જાય છે.