યેષાં ત્વન્તગતં પાપં જનાનાં પુણ્યકર્મણામ્ ।
તે દ્વન્દ્વમોહનિર્મુક્તા ભજન્તે માં દૃઢવ્રતાઃ ॥ ૨૮॥
યેષામ્—જેમનું; તુ—પરંતુ; અન્ત-ગતમ્—સંપૂર્ણપણે નષ્ટ થયેલું; પાપમ્—પાપ; જનાનામ્—મનુષ્યોનું; પુણ્ય—પવિત્ર; કર્મણામ્—પ્રવૃત્તિઓ; તે—તેઓ; દ્વન્દ્વ—દ્વૈતના; મોહ—મોહ; નિર્મુક્તા:—થી મુક્ત; ભજન્તે—ભજે છે; મામ્—મને; દૃઢ-વ્રતા:—દૃઢ નિશ્ચયપૂર્વક.
Translation
BG 7.28: પરંતુ જે વ્યક્તિઓના પાપ તેમના પવિત્ર કર્મો કરવાના કારણે નષ્ટ થઈ ગયા છે, તેઓ આ દ્વૈતના મોહમાંથી મુક્ત થઈ જાય છે. આવા મનુષ્યો મને દૃઢ નિશ્ચય સાથે ભજે છે.
Commentary
શ્રીકૃષ્ણે શ્લોક નં.૨.૬૯માં કહ્યું હતું કે, અજ્ઞાનીઓ જેને રાત્રિ માને છે, તેને જ્ઞાનીઓ દિવસ માને છે. જેની ભગવદ્-પ્રાપ્તિ માટેની મહત્ત્વાકાંક્ષા જાગૃત થઈ જાય છે, તેઓ કષ્ટનું આત્મદાન અને આધ્યાત્મિક ઉન્નતિના અવસર તરીકે સ્વાગત કરે છે. તેઓ આત્માને ડહોળાવી દે એવા સુખોથી પણ સાવધાન રહે છે. આ પ્રમાણે, તેઓ ન તો સુખો પ્રત્યે લાલાયિત થાય છે કે ન તો દુઃખ પ્રત્યે ઘૃણા કરે છે. એવા જીવાત્માઓ કે જેમનું મન રાગ અને ઘૃણાના દ્વન્દ્વથી મુક્ત થઈ જાય છે, તેઓ અડગ સંકલ્પ સાથે ભગવાનની ભક્તિ કરવા સમર્થ બને છે.