સ તયા શ્રદ્ધયા યુક્તસ્તસ્યારાધનમીહતે ।
લભતે ચ તતઃ કામાન્મયૈવ વિહિતાન્હિ તાન્ ॥ ૨૨॥
સ:—તે; તયા—તે સાથે; શ્રદ્ધયા—શ્રદ્ધાથી; યુક્ત:—યુક્ત; તસ્ય—તેમની; આરાધનમ્—આરાધના; ઇહતે—વ્યસ્ત થવા પ્રયાસ કરે છે; લભતે—પ્રાપ્ત કરે છે; ચ—અને; તત:—તેનાથી; કામાન્—ઈચ્છાઓ; મયા—મારા દ્વારા; એવ—એકલા; વિહિતાન્—પ્રદાન; હિ—નિશ્ચિત; તાન્—તે.
Translation
BG 7.22: શ્રદ્ધાથી સંપન્ન ભક્ત કોઈ ચોક્કસ દેવતાની આરાધના કરે છે અને વાંછિત પદાર્થ પ્રાપ્ત કરે છે. પરંતુ વાસ્તવમાં હું જ આ ફળોની વ્યવસ્થા કરું છે.
Commentary
લભતે અર્થાત્ “તેઓ પ્રાપ્ત કરે છે”. સ્વર્ગીય દેવતાઓના ભક્તોને સંબંધિત દેવતાની આરાધના દ્વારા તેમના વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે પરંતુ વાસ્તવમાં એ દેવતાઓ નહીં, પરંતુ ભગવાન જ આ લાભ પ્રદાન કરે છે. આ શ્લોકનો સ્પષ્ટ અર્થ છે કે સ્વર્ગીય દેવતાઓ ભૌતિક ફળોની અનુમતિ આપવાનો અધિકાર ધરાવતા નથી; તેઓ તેમના ભક્તને ત્યારે જ આ ફળો પ્રદાન કરી શકે છે કે જયારે ભગવાન તેની અનુમતિ આપે છે. પરંતુ અલ્પજ્ઞાની લોકો એવું તારણ કાઢે છે કે આ સહાય તેમને તે દેવતા દ્વારા પ્રાપ્ત થઈ છે, જેમની તેમણે આરાધના કરી છે.