મૂઢગ્રાહેણાત્મનો યત્પીડયા ક્રિયતે તપઃ ।
પરસ્યોત્સાદનાર્થં વા તત્તામસમુદાહૃતમ્ ॥ ૧૯॥
મૂઢ—ભ્રમિત ભાવનાથી યુક્ત; ગ્રાહેણ—પ્રયાસોથી; આત્માન:—પોતાની જાતને જ; યત્—જે; પીડયા—યાતના આપીને; ક્રિયતે—કરાય છે; પરસ્ય—બીજાઓનો; ઉત્સાદન-અર્થમ્—વિનાશ કરવા માટે; વા—અથવા; તત્—તે; તામસમ્—તમોગુણી; ઉદાહ્રતમ્—વર્ણવાય છે.
Translation
BG 17.19: જે તપ ભ્રમિત ભાવના સાથે કરવામાં આવ્યું હોય અને જેમાં આત્મપીડન તથા અન્યનો વિનાશ કરવા કે હાનિ પહોંચાડવા માટે કરવામાં આવ્યું હોય તેને તમોગુણી શ્રેણીમાં વર્ણવવામાં આવે છે.
Commentary
મૂઢ ગ્રાહેણાત્ શબ્દ એવા લોકોના સંદર્ભમાં પ્રયુક્ત થાય છે જે લોકો ભ્રમિત ભાવના કે વિચારો ધરાવે છે, જે લોકો તપના નામે, શાસ્ત્રોની શિક્ષા પ્રત્યે કોઈપણ પ્રકારના આદર રહિત અને શરીરની મર્યાદાઓ અંગે જાણ્યા વિના, બેદરકારીપૂર્વક પોતાને પીડે છે અને અન્યને પણ હાનિ પહોંચાડે છે. આવા તપથી કંઈપણ સકારાત્મક સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. તે શારીરિક ચેતનામાં સંપન્ન કરવામાં આવે છે તથા કેવળ વ્યક્તિત્ત્વની સ્થૂળતાનો પ્રચાર કરે છે.