તદિત્યનભિસન્ધાય ફલં યજ્ઞતપઃક્રિયાઃ ।
દાનક્રિયાશ્ચ વિવિધાઃ ક્રિયન્તે મોક્ષકાઙ્ક્ષિભિઃ ॥ ૨૫॥
તત્—પવિત્ર અક્ષર તત્; ઈતિ—આ પ્રમાણે; અનભિસન્ધાય—ઈચ્છા રાખ્યા વિના; ફલમ્—ફળ; યજ્ઞ—યજ્ઞ; તપ:—તપ; ક્રિયા:—ક્રિયા; દાન—દાન; ક્રિયા:—ક્રિયા; ચ—અને; વિવિધા:—વિવિધ; ક્રિયન્તે—કરાય છે; મોક્ષ-કાંક્ષિભિ:—માયિક ગૂંચોમાંથી મુક્તિ ઈચ્છનારાઓ દ્વારા.
Translation
BG 17.25: જે મનુષ્યો કર્મફળની ઈચ્છા ધરાવતા નથી પરંતુ માયિક જટિલતામાંથી મુક્તિ પ્રાપ્ત કરવા ઈચ્છે છે; તેઓ તપ, યજ્ઞ અને દાનની ક્રિયાઓ “તત્” શબ્દના ઉચ્ચારણ સાથે કરે છે.
Commentary
સર્વ કર્મોના ફળના સ્વામી ભગવાન છે અને તેથી, યજ્ઞ, તપ અને દાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની પ્રસન્નતા માટે તેમને અર્પણ કરીને પવિત્ર કરવા જોઈએ. હવે, શ્રીકૃષ્ણ “તત્” શબ્દના ધ્વનિ-કંપનોનો મહિમા દર્શાવે છે, જે બ્રહ્મ સાથે સંબંધિત છે. તપ, યજ્ઞ અને દાન સાથે તત્ શબ્દનું ઉચ્ચારણ એનું પ્રતિક છે કે તે સર્વ સાંસારિક ફળની કામના માટે કરવામાં આવ્યા નથી, પરંતુ ભગવદ્દ-પ્રાપ્તિ દ્વારા આત્માના સનાતન કલ્યાણ માટે કરવામાં આવ્યાં છે.