અવ્યક્તોઽક્ષર ઇત્યુક્તસ્તમાહુઃ પરમાં ગતિમ્ ।
યં પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ ॥ ૨૧॥
અવ્યક્ત:—અવ્યક્ત; અક્ષર:—અવિનાશી; ઇતિ—એ રીતે; ઉક્ત:—કહેવામાં આવેલ; તમ્—તેને; આહુ:—કહેવામાં આવે છે; પરમામ્—પરમ; ગતિમ્—ગંતવ્ય; યમ્—જે; પ્રાપ્ય—પ્રાપ્ત કરીને; ન—કદાપિ નહીં; નિવર્તન્તે—પાછા આવે છે; તત્—તે; ધામ—ધામ; પરમમ્—પરમ; મમ—મારું.
Translation
BG 8.21: તે અપ્રગટ પરિમાણ એ પરમ ગંતવ્ય છે અને ત્યાં પહોંચીને કોઈ કદાપિ આ નશ્વર સંસારમાં પાછું ફરતું નથી. તે મારું પરમ ધામ છે.
Commentary
આધ્યાત્મિક આયામના દિવ્ય આકાશને પરમવ્યોમ કહે છે. તેમાં ભગવાનના વિભિન્ન સ્વરૂપોના અનેક શાશ્વત લોક જેવા કે, ગોલોક (શ્રીકૃષ્ણનું ધામ), સાકેત લોક (શ્રી રામનું ધામ), વૈકુંઠ લોક (શ્રી નારાયણનું ધામ), શિવ લોક (સદાશિવનું ધામ), દેવીલોક (મા દુર્ગાનું ધામ) વગેરેનો સમાવેશ થાય છે. આ સર્વ લોકમાં ભગવાન સ્વયં તેમના દિવ્ય સ્વરૂપમાં, તેમના સનાતન પરિકરો સાથે નિત્ય નિવાસ કરે છે. ભગવાનના આ સર્વ સ્વરૂપો એકબીજાથી અભિન્ન છે; તે એક જ ભગવાનના વિવિધ સ્વરૂપો છે. મનુષ્ય ભગવાનના જે સ્વરૂપની ભક્તિ કરે છે, ભગવદ્-પ્રાપ્તિ પશ્ચાત્ તે ભગવાનના તે જ સ્વરૂપના ધામમાં જાય છે. ત્યાં દિવ્ય દેહ પ્રાપ્ત કરીને તે આત્મા ભગવાનના દિવ્ય કર્મો અને લીલાઓમાં શેષ અનંતકાળ સુધી ભાગ લે છે.