યુઞ્જન્નેવં સદાત્માનં યોગી વિગતકલ્મષઃ ।
સુખેન બ્રહ્મસંસ્પર્શમત્યન્તં સુખમશ્નુતે ॥૨૮॥
યુઞ્જન—(સ્વનું ભગવાન સાથે) જોડાવવું; એવમ્—આ રીતે; સદા—સદા; આત્માનમ્—સ્વ; યોગી—યોગી; વિગત—થી મુક્ત; કલ્મષ:—પાપ; સુખેન્—સુગમતાથી; બ્રહ્મ સંસ્પર્શમ્—નિરંતર ભગવાનના સાનિધ્યમાં; અત્યન્તમ્—સર્વોચ્ચ; સુખમ્—આનંદ; અશ્નુતે—પામે છે.
Translation
BG 6.28: આત્મસંયમી યોગી, આ પ્રમાણે સ્વનું ભગવાન સાથે જોડાણ કરીને માયાના વિકારોથી મુક્ત થાય છે અને પરમાત્મા સાથેના નિરંતર સાનિધ્યમાં પૂર્ણ આનંદની સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત કરે છે.
Commentary
સુખને ચાર શ્રેણીઓમાં વર્ગીકૃત કરી શકાય:
સાત્ત્વિકં સુખમાત્મોત્થં વિષયોત્થં તુ રાજસમ્
તામસં મોહદૈન્યોત્થં નિર્ગુણં મદપાશ્રયમ્ (ભાગવતમ્ ૧૧.૨૫.૨૯)
૧. તામસિક સુખ: આ સુખ નશો, મદ્યપાન, ધૂમ્રપાન, માંસાહારનું સેવન, હિંસા અને નિદ્રામાંથી પ્રાપ્ત થાય છે.
૨. રાજસિક સુખ: આ સુખ પાંચ ઇન્દ્રિયો અને મનની તૃપ્તિમાંથી પ્રાપ્ત થાય છે.
૩. સાત્ત્વિક સુખ: આ સુખની અનુભૂતિ કરુણા, પરોપકાર, જ્ઞાનની કેળવણી, મનની સ્થિરતા વગેરે ગુણોનાં અભ્યાસથી થાય છે. જ્ઞાની જયારે આત્મા પર મનને સ્થિર કરે છે ત્યારે જે આત્મ-સાક્ષાત્કારની અનુભૂતિ કરે છે, તેનો પણ અહીં સમાવેશ થાય છે.
૪. નિર્ગુણ સુખ: આ ભગવાનનો દિવ્ય આનંદ છે, જેનો વ્યાપ્ત અસીમ અને અનંત છે. શ્રીકૃષ્ણ કહે છે કે, જે યોગી માયિક વિકારોથી મુક્ત થઈ જાય છે અને ભગવાન સાથે જોડાઈ જાય છે તે પૂર્ણ આનંદની સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત કરે છે. તેઓ શ્લોક ૫.૨૧. માં તેને અસીમ આનંદ અને શ્લોક ૬.૨૧માં સર્વોચ્ચ આનંદ તરીકે વર્ણવે છે.