શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાત્મનઃ ।
નાત્યુચ્છ્રિતં નાતિનીચં ચૈલાજિનકુશોત્તરમ્ ॥૧૧॥
શુચૌ—પવિત્ર; દેશે—સ્થાન; પ્રતિષ્ઠાપ્ય—સ્થાપિત કરીને; સ્થિરમ્—સ્થિર; આસનમ્—આસન; આત્માન:—તેનું પોતાનું; ન—નહીં; અતિ—અતિ; ઉચ્છ્રુતમ્—ઊંચું; ન—નહીં; અતિ—અત્યંત; નીચમ્—નીચું; ચૈલ—વસ્ત્ર; અજિન—મૃગચર્મ; કુશ—કુશ ઘાસ; ઉત્તરમ્—આવરણવાળું.
Translation
BG 6.11: યોગ સાધના કરવા માટે કુશ, મૃગચર્મ અને વસ્ત્રનું એકબીજા ઉપર આવરણ કરીને પવિત્ર સ્થાન ઉપર આસન બનાવવું જોઈએ. આસન ન તો અતિ ઊંચું હોવું જોઈએ કે ન તો અતિ નીચું હોવું જોઈએ.
Commentary
શ્રીકૃષ્ણ આ શ્લોકમાં સાધના માટે બાહ્ય ક્રિયાઓનું વર્ણન કરે છે. શુચૌદેશે અર્થાત્ શુદ્ધ અથવા પવિત્ર સ્થાન. પ્રારંભિક અવસ્થામાં બાહ્ય વાતાવરણ મન પર પ્રભાવ પડે છે. સાધનાની અંતિમ અવસ્થાઓમાં મનુષ્ય અસ્વચ્છ અને અશુદ્ધ સ્થાનમાં પણ આંતરિક શુદ્ધતા પ્રાપ્ત કરવા કે જાળવી રાખવા માટે સક્ષમ હોય છે. પરંતુ પ્રારંભકર્તાઓ માટે શુદ્ધ વાતાવરણ મનને પણ શુદ્ધ રાખવા માટે સહાય કરે છે. કુશ ગ્રાસનું આસન ભૂમિના તાપમાનને અવરોધે છે,જે આધુનિક યોગામેટ સમાન હોય છે. ઉપર બીછાવેલું મૃગચર્મ, ધ્યાનમાં તલ્લીન થયેલી વ્યક્તિને સાપ અને વીંછીઓ જેવાં ઝેરી સરીસૃપોથી રક્ષણ આપે છે. જો આસન અતિ ઊંચું હોય તો પડી જવાનો ભય રહે છે; જો આસન અતિ નીચું હોય તો ભૂમિ પરની જીવાતોથી થતા વિઘ્નોનો ભય રહે છે. આ શ્લોકમાં બાહ્ય બેઠક અંગે સૂચવેલી કેટલીક સૂચનાઓ આધુનિક સમયમાં કંઈક અંશે કાળવિપર્યાસવાળું લાગે છે. આ પરિસ્થિતિમાં ભગવાનના ચિંતનમાં તલ્લીન રહેવાના ઉપદેશનો મર્મ ગ્રહણ કરવો જોઈએ, જયારે આંતરિક સાધના માટેનો ઉપદેશ સમાન જ રહે છે.