અર્જુન ઉવાચ ।
યોઽયં યોગસ્ત્વયા પ્રોક્તઃ સામ્યેન મધુસૂદન ।
એતસ્યાહં ન પશ્યામિ ચઞ્ચલત્વાત્સ્થિતિં સ્થિરામ્ ॥૩૩॥
અર્જુન: ઉવાચ—અર્જુને કહ્યું; ય:—જે; અયમ્—આ; યોગ:—યોગની પ્રણાલી; ત્વયા—તમારા દ્વારા; પ્રોક્ત:—વર્ણવેલી; સામ્યેન—સમાનતાથી; મધુ-સુદન—શ્રીકૃષ્ણ, મધુ નામક દૈત્યને હણનારા; એતસ્ય—આની; અહમ્—હું; ન—નહીં; પશ્યામિ—જોતો; ચંચલત્વાત્—ચંચળ હોવાના કારણે; સ્થિતિમ્—સ્થિતિને; સ્થિરામ્—સ્થિર.
Translation
BG 6.33: અર્જુને કહ્યું: હે મધુસુદન! આપે જે યોગ પ્રણાલીનું વર્ણન કર્યું છે, તે અવ્યવહારુ અને અપ્રાપ્ય લાગે છે; કારણ કે, મન ચંચળ છે.
Commentary
અર્જુન આ શ્લોકના આરંભમાં યો યમ્ એ શબ્દનું ઉચ્ચારણ કરે છે, ‘યોગની આ પ્રણાલી’ શ્લોક ૬.૧૦થી વર્ણવવામાં આવેલી પ્રક્રિયાનો સંદર્ભ આપે છે. શ્રીકૃષ્ણએ હમણાં જ યોગમાં પૂર્ણતા પ્રાપ્ત કરવા આવશ્યક વિષયો અંગેની વ્યાખ્યા સમાપ્ત કરી છે. જેના મુદ્દા અહીં રજૂ કર્યા છે:
— ઇન્દ્રિયોને વશમાં રાખવી
— સર્વ કામનાઓનો ત્યાગ કરવો
— મનને કેવળ ભગવાન પર કેન્દ્રિત કરવું
— સ્થિર મનથી તેમનું ચિંતન કરવું
— સર્વને સમદૃષ્ટિથી જોવાં
અર્જુન તેણે ‘જે કંઈ સાંભળ્યું છે તે તેને અવ્યવહારુ લાગે છે’, એમ કહીને નિખાલસભાવે તેની આશંકા અભિવ્યક્ત કરે છે. મનને નિયંત્રિત કર્યા વિના ઉપરોક્ત જણાવેલા મુદ્દામાંથી કોઈની પણ પરિપૂર્તિ કરી શકાય એમ નથી. જો મન ચંચળ છે, તો યોગના આ સર્વ પાસાંઓ પણ અપ્રાપ્ય બની રહે છે.