દિવિ સૂર્યસહસ્રસ્ય ભવેદ્યુગપદુત્થિતા ।
યદિ ભાઃ સદૃશી સા સ્યાદ્ભાસસ્તસ્ય મહાત્મનઃ ॥ ૧૨॥
દિવિ—આકાશમાં; સૂર્ય—સૂર્ય; સહસ્રસ્ય—સહસ્ર; ભવેત્—થાય; યુગપત્—એક જ સમયે; ઉત્થિતા—ઉદિત; યદિ—જો; ભા:—તેજ; સદૃશી—સમાન; સા—તે; સ્યાત્—થાય; ભાસ:—તેજ; તસ્ય—તેમનાં; મહા-આત્માન:—મહાનુભાવ.
Translation
BG 11.12: જો સહસ્ર સૂર્યો એક જ સમયે એકસાથે આકાશમાં ઉદય પામે તો પણ તેમનું તેજ એ મહા સ્વરૂપના તેજની સમાનતા કરી શકે એમ નથી.
Commentary
સંજય હવે વિશ્વરૂપના તેજનું વર્ણન કરે છે. તેમનાં દૈદીપ્યમાન પ્રકાશનો અણસાર આપવા માટે તેઓ તેમની તુલના એકસાથે એક સમયે મધ્યાહ્ને ઝળહળતા સહસ્ર સૂર્યો સાથે કરે છે. વાસ્તવમાં, ભગવાનનું તેજ અસીમિત છે; તેને સૂર્યનાં તેજના ઉદાહરણથી પ્રમાણિત કરી શકાય નહીં. પરંતુ, ઘણીવાર વક્તાઓ અપ્રગટ વિષયોનું વર્ણન પરિચિત અનુમાનો દ્વારા કરે છે. સહસ્ર સૂર્યોની ઉપમા સંજયના બોધજ્ઞાનને અભિવ્યક્ત કરે છે કે વિશ્વરૂપના તેજને સમતુલ્ય કશું નથી.