અર્જુન ઉવાચ ।
દૃષ્ટ્વેદં માનુષં રૂપં તવ સૌમ્યં જનાર્દન ।
ઇદાનીમસ્મિ સંવૃત્તઃ સચેતાઃ પ્રકૃતિં ગતઃ ॥ ૫૧॥
અર્જુન: ઉવાચ—અર્જુને કહ્યું; દૃષ્ટ્વા—જોઇને; ઈદમ્—આ; માનુષમ્—માનવ; રૂપમ્—રૂપ; તવ—આપનું; સૌમ્યમ્—અતિ સૌમ્ય; જનાર્દન—જે લોકોનું પાલન કરે છે, કૃષ્ણ; ઈદાનીમ્—હવે; અસ્મિ—હું છું; સંવૃત્ત:—સ્વસ્થ; સ-ચેતા:—મારી ચેતનામાં; પ્રકૃતિમ્—સામાન્ય અવસ્થા; ગત:—થયો છું.
Translation
BG 11.51: અર્જુને કહ્યું: હે શ્રીકૃષ્ણ, આપનું સૌમ્ય (દ્વિભુજ) રૂપ જોઈને મેં મારી સ્વસ્થતા પુન: પ્રાપ્ત કરી છે તથા મારું મન સામાન્ય અવસ્થામાં પુન:સ્થાપિત થયું છે.
Commentary
શ્રીકૃષ્ણને તેમનાં સૌમ્ય દ્વિભુજ રૂપમાં જોઈને અર્જુનની સખ્ય ભાવની ભાવનાઓ પુન: પુષ્ટ અને દૃઢ થાય છે. આ પ્રમાણે, અર્જુન કહે છે કે તેણે તેની સ્વસ્થતા પુન: પ્રાપ્ત કરીને સાધારણ અવસ્થા પ્રાપ્ત કરી છે. પૂર્વે શ્રીકૃષ્ણની પાંડવો સાથેની લીલાઓ જોઈને દેવર્ષિ નારદે અર્જુનનાં જ્યેષ્ઠ ભ્રાતા, રાજા યુધિષ્ઠિરને કહ્યું હતું: ગૂઢં પરં બ્રહ્મ મનુષ્યલિઙ્ગમ્ (ભાગવતમ્ ૭.૧૫.૭૫) “શ્રીકૃષ્ણ આપનાં નિવાસસ્થાનમાં નિવાસ કરે છે અને આપનાં બંધુ બનીને જીવે છે.” આમ, અર્જુનને ભગવાન સાથે બંધુ અને મિત્ર તરીકે વ્યવહાર કરવાની આદતનું સૌભાગ્ય પ્રાપ્ત હતું.