સઞ્જય ઉવાચ ।
એતચ્છ્રુત્વા વચનં કેશવસ્ય
કૃતાઞ્જલિર્વેપમાનઃ કિરીટી ।
નમસ્કૃત્વા ભૂય એવાહ કૃષ્ણં
સગદ્ગદં ભીતભીતઃ પ્રણમ્ય ॥ ૩૫॥
સંજય ઉવાચ—સંજયે કહ્યું; એતત્—આ રીતે; શ્રુત્વા—સાંભળીને; વચનમ્—શબ્દો; કેશવસ્ય—શ્રીકૃષ્ણનાં; કૃત-અંજલિ:—હાથ જોડીને; વેપમાન:—ધ્રુજતો; કિરીટી—મુગટથી સુશોભિત, અર્જુન; નમસ્કૃત્વા—હાથ જોડીને; ભૂય:—પુન:; એવ—ખરેખર; આહ—કહ્યું; કૃષ્ણમ્—શ્રીકૃષ્ણને; સ-ગદગદમ્—ગદ્દ ગદ્દ કંઠે; ભીતભીત:—ભયયુક્ત ભાવનાઓમાં ડૂબીને; પ્રણમ્ય—પ્રણામ કરીને.
Translation
BG 11.35: સંજયે કહ્યું: કેશવનાં આ વચનો સાંભળીને અર્જુન ભયથી ધ્રુજવા લાગ્યો. બંને હાથ જોડીને, શ્રીકૃષ્ણને નત મસ્તક થઈને ભયયુકત ભાવનાઓથી ગદ્દ-ગદ્દ કંઠે આ પ્રમાણે કહ્યું.
Commentary
અહીં અર્જુનને “કિરીટી, મુકુટધારી” કહીને સંબોધન થયું છે. એક સમયે તેણે બે અસુરોનો વધ કરવામાં ઇન્દ્રને સહાય કરી હતી. તેથી પ્રસન્ન થઈને ઇન્દ્રે તેના મસ્તક ઉપર ઝળહળતો મુગટ ઉપહાર તરીકે આપ્યો હતો. આ શ્લોકમાં, સંજય અર્જુનના મસ્તક ઉપરના મુગટનો સંદર્ભ આપે છે. પરંતુ મુગટ એ રાજ સન્માનનું પ્રતિક પણ છે. સંજય હેતુપૂર્વક આ શબ્દનો ઉપયોગ કરીને વૃદ્ધ રાજા ધૃતરાષ્ટ્રને સંકેત આપે છે કે આસન્ન યુદ્ધમાં તેના પુત્રો કૌરવો, પાંડવો સામે આ સિંહાસન ગુમાવી દેશે.