લેલિહ્યસે ગ્રસમાનઃ સમન્તાલ્-
લોકાન્સમગ્રાન્વદનૈર્જ્વલદ્ભિઃ ।
તેજોભિરાપૂર્ય જગત્સમગ્રં
ભાસસ્તવોગ્રાઃ પ્રતપન્તિ વિષ્ણો ॥ ૩૦॥
લેલિહ્યસે—ચાટી રહ્યા છે; ગ્રસમાન:—ભરખી રહેલા; સમન્તાત્—સર્વ દિશામાં; લોકાન્—લોક; સમગ્રાન્—સમસ્ત; વદનૈ:—મુખો દ્વારા; જ્વલદ્ભિ:—પ્રજ્વલિત; તેજોભિ:—તેજ વડે; આપૂર્ય—ભરીને; જગત્—બ્રહ્માંડ; સમગ્રમ્—સર્વ; ભાસ:—કિરણો; તવ—આપના; ઉગ્રા:—પ્રખર; પ્રતપન્તિ—દઝાડી રહ્યા છે; વિષ્ણો—વિષ્ણો.
Translation
BG 11.30: આપની જ્વલંત જિહ્વાથી સર્વ દિશાઓમાં આપ જીવંત પ્રાણીઓનાં સમુદાયોને ચાટી રહ્યા છો અને આપના પ્રજ્વલિત મુખો દ્વારા તેમને ભક્ષી રહ્યા છો. હે વિષ્ણુ! આપ સમગ્ર બ્રહ્માંડને આપના તેજનાં પ્રચંડ સર્વ-વ્યાપ્ત કિરણોથી દઝાડી રહ્યા છો.
Commentary
ભગવાન સમગ્ર જગતને સર્જન, પાલન તથા સંહારની પ્રતિભાવંત શક્તિઓ દ્વારા નિયંત્રિત કરે છે. વર્તમાનમાં, તેઓ અર્જુન દ્વારા સર્વભક્ષી સ્વરૂપમાં દૃશ્યમાન છે; જેઓ તેના મિત્રો અને સાથીઓને સર્વ દિશામાં ગળી રહ્યા છે. ભગવાનનાં વિશ્વરૂપમાં ભવિષ્યની નિશ્ચિત ઘટનાઓના આભાસને જોતાં, અર્જુન તોળાઈ રહેલા યુદ્ધમાં તેના શત્રુઓનો સમૂળગો નાશ થતા જોવે છે. તે તેનાં ઘણા સાથીઓને પણ મૃત્યુની પકડમાં જોવે છે. આ અદ્ભુતતાને જોઈને સ્તબ્ધ થઈને અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને આગામી શ્લોકમાં પ્રાર્થના કરે છે.