સઞ્જય ઉવાચ ।
એવમુક્ત્વા તતો રાજન્મહાયોગેશ્વરો હરિઃ ।
દર્શયામાસ પાર્થાય પરમં રૂપમૈશ્વરમ્ ॥ ૯॥
સંજય: ઉવાચ—સંજયે કહ્યું; એવમ્—આ રીતે; ઉક્ત્વા—બોલીને; તત:—પશ્ચાત્; રાજાન્—રાજા; મહા-યોગ-ઈશ્વર:—મહા યોગનાં પરમેશ્વર; હરિ:—શ્રીકૃષ્ણ; દર્શયામાસ—દર્શાવ્યું; પાર્થાય—અર્જુન; પરમમ્—દિવ્ય; રૂપમ્ ઐશ્વરમ્—ઐશ્વર્ય.
Translation
BG 11.9: સંજયે કહ્યું: હે રાજા, આમ બોલીને, યોગના પરમેશ્વર શ્રીકૃષ્ણે તેમનાં દિવ્ય અને ઐશ્વર્ય યુક્ત વિશ્વરૂપના અર્જુનને દર્શન કરાવ્યાં.
Commentary
અર્જુને શ્રીકૃષ્ણને શ્લોક સં. ૧૧.૪માં “યોગેશ્વર” સંબોધન કર્યું હતું. હવે, સંજય તેમને “મહા-યોગેશ્વર” એમ ‘મહા’ ઉમેરીને “સર્વ યોગીઓનાં મહાસ્વામી” તરીકે સંબોધન કરે છે. સંજયને તેમના ગુરુ વેદ વ્યાસજી દ્વારા દૂરોગામી દૃષ્ટિનું વરદાન પ્રાપ્ત હતું. તેથી, તેમણે પણ અર્જુનની જેમ જ ભગવાનના વિશ્વરૂપના દર્શન કર્યાં. આગામી ચાર શ્લોકોમાં, સંજય અર્જુને જે જોયું, તેનું ધૃતરાષ્ટ્ર પાસે વર્ણન કરે છે. ભગવાનનું વિશ્વરૂપ તેમનાં ઐશ્વર્યોના પ્રાગટયથી પરિપૂર્ણ છે તથા તે જોનારામાં ભય, કૌતુક અને આદર ઉત્પન્ન કરે છે.