નમઃ પુરસ્તાદથ પૃષ્ઠતસ્તે
નમોઽસ્તુ તે સર્વત એવ સર્વ ।
અનન્તવીર્યામિતવિક્રમસ્ત્વં
સર્વં સમાપ્નોષિ તતોઽસિ સર્વઃ ॥ ૪૦॥
નમ:—નમસ્કાર; પુરસ્તાત્—સામેથી; અથ—અને; પૃષ્ઠત:—પાછળથી; તે—આપને; નમ: અસ્તુ—મારા નમસ્કાર; તે—આપને; સર્વત:—બધી બાજુથી; એવ—ખરેખર; સર્વ—બધા; અનંત-વીર્ય—અનંત શક્તિ; અમિત-વિક્રમ:—અનંત શૌર્ય તથા સામર્થ્ય; ત્વમ્—આપ; સર્વમ્—બધું જ; સમાપ્નોષિ—વ્યાપ્ત; તત:—તેથી; અસિ—આપ છો; સર્વ:—બધું જ.
Translation
BG 11.40: હે અનંત શક્તિઓના સ્વામી, આપને સન્મુખથી તથા પૃષ્ઠથી અને સર્વ દિશાઓથી મારા નમસ્કાર છે; આપ અનંત શૌર્ય તથા સામર્થ્ય ધરાવો છે તથા સર્વમાં વ્યાપ્ત છો અને અત: આપ બધું જ છો.
Commentary
અર્જુન શ્રીકૃષ્ણનું નિરંતર મહિમાગાન કરતાં ઘોષિત કરે છે કે તેઓ અનંત વીર્ય (અનંત શક્તિના સ્વામી) તથા અનંત-વિક્રમ: (અસીમ સામર્થ્ય) છે. વિસ્મિત થઈને તે સર્વ દિશાઓમાંથી શ્રીકૃષ્ણને નમસ્કાર કરે છે અને પુન: પુન: ઉચ્ચારણ કરે છે, નમ:! નમ:! (હું આપને પુન: પુન: નમસ્કાર કરું છું.)