Bhagavad Gita: Chapter 11, Verse 21

અમી હિ ત્વાં સુરસઙ્ઘા વિશન્તિ
કેચિદ્ભીતાઃ પ્રાઞ્જલયો ગૃણન્તિ ।
સ્વસ્તીત્યુક્ત્વા મહર્ષિસિદ્ધસઙ્ઘાઃ
સ્તુવન્તિ ત્વાં સ્તુતિભિઃ પુષ્કલાભિઃ ॥ ૨૧॥

અમી—આ સર્વ; હિ—ખરેખર; ત્વામ્—આપને; સુર-સંઘા:—દેવોના સમૂહો; વિશન્તિ—પ્રવેશ કરી રહ્યા છે; કેચિત્—કેટલાક; ભીતા:—ભયભીત; પ્રાંજલય—હાથ જોડીને; ગૃણન્તિ—સ્તુતિ; સ્વસ્તિ—માંગલિક; ઇતિ—એમ; ઉક્ત્વા—કહીને; મહા-ઋષિ—મહર્ષિ; સિદ્ધ-સંઘા:—સિદ્ધ લોકો; સ્તુવન્તિ—સ્તુતિ કરી રહ્યા છે; ત્વામ્—આપની; સ્તુતિભિ:—સ્તવનો સાથે; પુષ્કલાભિ:—વૈદિક મંત્રો દ્વારા.

Translation

BG 11.21: સર્વ સ્વર્ગીય દેવતાઓ આપનામાં પ્રવેશ કરીને આપનું શરણ ગ્રહણ કરી રહ્યા છે. કેટલાક ભયથી બે હાથ જોડીને આપની પ્રશંસા કરી રહ્યા છે. મહર્ષિઓ તથા સિદ્ધજનો માંગલિક મંત્રો તથા અનેક પ્રાર્થનાઓ દ્વારા આપની સ્તુતિ કરી રહ્યા છે.

Commentary

અર્જુન અહીં શ્રીકૃષ્ણનું કાળ સ્વરૂપ જોઈ રહ્યો છે અર્થાત્ તેણે ભગવાનને સર્વભક્ષી કાળ સ્વરૂપે જોયા. સમયની આક્રમક કૂચ સ્વર્ગીય દેવતાઓ સાથે અનેક મહાન વિભૂતિઓનું ભક્ષણ કરે છે. અર્જુન તેમને ભગવાનના કાળરૂપના આજ્ઞાકારી બની, હાથ જોડીને વિશ્વરૂપમાં પ્રવેશ કરતા જોવે છે. એ જ સમયે, તે મહર્ષિઓ તથા સિદ્ધજનોને તેમનાં વિચાર, વાણી અને વર્તનથી ભગવાનની સ્તુતિ કરતા જોવે છે.