ઇહૈકસ્થં જગત્કૃત્સ્નં પશ્યાદ્ય સચરાચરમ્ ।
મમ દેહે ગુડાકેશ યચ્ચાન્યદ્દ્રષ્ટુમિચ્છસિ ॥ ૭॥
ઈહ—અહીં; એક-સ્થમ્—એક સ્થાન પર એકત્રિત; જગત્—બ્રહ્માંડ; કૃત્સ્નમ્—સમગ્ર; પશ્ય—જો; અદ્ય—હમણાં; સ—સાથે; ચર—જંગમ; અચરમ્—અવિચળ; મમ—મારા; દેહે—આ શરીરમાં; ગુડાકેશ—અર્જુન, નિદ્રાને જીતનાર; યત્—જે પણ; ચ—પણ; અન્યત્—અન્ય; દ્રષ્ટુમ્—જોવું; ઈચ્છસિ—તું ઈચ્છે છે.
Translation
BG 11.7: હે અર્જુન, એક સ્થાન પર એકત્રિત સર્વ ચર તથા અચર સહિત સમગ્ર બ્રહ્માંડને તું મારા વિશ્વરૂપમાં જો. તેનાથી અતિરિક્ત કંઈપણ તું જોવા ઈચ્છે, તે સર્વ મારા વિશ્વરૂપમાં જો.
Commentary
શ્રીકૃષ્ણનો તેમનું સ્વરૂપ જોવાનો નિર્દેશ સાંભળ્યા પશ્ચાત્ અર્જુન આશ્ચર્યમાં પડી ગયો કે તે ક્યાં જોવે? તેથી શ્રીકૃષ્ણ કહે છે કે તે તેમના પરમ દિવ્ય શરીરમાં જોવે. ત્યાં તેને અનંત બ્રહ્માંડો તેનાં સર્વ ચરાચર તત્ત્વો સાથે જોવા મળશે. પ્રત્યેક તત્ત્વ આ વિશ્વરૂપમાં વિદ્યમાન છે અને ભૂત અને ભવિષ્યની ઘટનાઓ પણ વિદ્યમાન છે. આ પ્રમાણે, અર્જુન પાંડવોનો વિજય તથા કૌરવોનો પરાજય એક ઘટના તરીકે બ્રહ્માંડની યોજનાના અપ્રગટ ભાગરૂપે જોઈ શકશે.