યયા ધર્મમધર્મં ચ કાર્યં ચાકાર્યમેવ ચ ।
અયથાવત્પ્રજાનાતિ બુદ્ધિઃ સા પાર્થ રાજસી ॥ ૩૧॥
યયા—જેના દ્વારા; ધર્મમ્—ધર્મ; અધર્મમ્—અધર્મ; ચ—અને; કાર્યમ્—ઉચિત આચરણ; ચ—અને; અકાર્યમ્—અનુચિત આચરણ; એવ—નિશ્ચિત રીતે; ચ—અને; અયથા-વત્—મૂંઝાયેલો; પ્રજાનાતિ—તફાવત; બુદ્ધિ:—બુદ્ધિ; સા—તે; પાર્થ—પૃથાપુત્ર, અર્જુન; રાજસિ—રજોગુણી.
Translation
BG 18.31: જે બુદ્ધિ ધર્મ અને અધર્મ વચ્ચે ગૂંચવાયેલી હોય છે અને ઉચિત તથા અનુચિત વચ્ચે ભેદ કરી શકતી નથી, તેન રાજસી બુદ્ધિ હોય છે.
Commentary
રાજસિક બુદ્ધિ અંગત આસક્તિને કારણે ભેળસેળયુક્ત થઈ જાય છે. એક સમયે તે સ્પષ્ટપણે અવલોકન કરે છે પરંતુ જેવો રમતમાં સ્વાર્થ પ્રવેશ કરે છે કે તે દૂષિત અને વ્યાકુળ થઈ જાય છે. ઉદાહરણ તરીકે, એવા લોકો હોય છે કે જેઓ તેમના વ્યાવસાયિક ક્ષેત્રમાં કાર્યદક્ષ હોય છે પરંતુ પારિવારિક સંબંધોમાં બાલિશ હોય છે. તેઓ તેમની કારકિર્દીના ક્ષેત્રે સફળ હોય છે પરંતુ ગૃહસ્થમાં તદ્દન નિષ્ફળ સાબિત થઈ જાય છે કારણ કે તેમની આસક્તિ તેમના ઉચિત બોધ અને આચરણને અવરોધે છે. રાગ અને દ્વેષ તથા ગમા-અણગમાના રંગે રંગાયેલી રાજસિક બુદ્ધિ, કર્મની ઉચિત દિશા પારખવા માટે અસમર્થ હોય છે. તે મહત્ત્વપૂર્ણ અને તુચ્છ, શાશ્વત અને ક્ષણિક, મૂલ્યવાન અને અર્થહીન વચ્ચે વ્યાકુળ થઈ જાય છે.