કચ્ચિદેતચ્છ્રુતં પાર્થ ત્વયૈકાગ્રેણ ચેતસા ।
કચ્ચિદજ્ઞાનસમ્મોહઃ પ્રનષ્ટસ્તે ધનઞ્જય ॥ ૭૨॥
કશ્ચિત્—કે; એતત્—આ, શ્રુતમ્—સાંભળેલું; પાર્થ—અર્જુન, પૃથાપુત્ર; ત્વયા—તારા દ્વારા; એક-અગ્રેણ ચેતસા—એકાગ્ર ચિત્તથી; કશ્ચિત્—કે; અજ્ઞાન—અજ્ઞાન; સમ્મોહ:—ભ્રમ; પ્રનષ્ટ:—નષ્ટ થઈ ગયો; તે—તારો; ધનંજય—અર્જુન, ધન પર વિજય પ્રાપ્ત કરનાર.
Translation
BG 18.72: હે અર્જુન, તે મને એકાગ્ર ચિત્તે સાંભળ્યો છે? શું તારાં અજ્ઞાન અને મોહ નષ્ટ થઈ ગયાં છે?
Commentary
શ્રીકૃષ્ણે અર્જુનનાં શિક્ષકનું સ્થાન ગ્રહણ કર્યું છે. શિક્ષક માટે એ સ્વાભાવિક છે કે વિદ્યાર્થીએ વિષયને ગ્રહણ કર્યો છે કે નહિ, તેની પૃચ્છા કરે. શ્રીકૃષ્ણનો આ પૂછવા માટેનો ઉદ્દેશ્ય એ છે કે જો અર્જુન સમજ્યો ન હોય તો તેઓ પુન: સમજાવવા અથવા આગળ વિસ્તૃત માહિતી આપવા તૈયાર છે.