Bhagavad Gita: Chapter 18, Verse 21

પૃથક્ત્વેન તુ યજ્જ્ઞાનં નાનાભાવાન્પૃથગ્વિધાન્ ।
વેત્તિ સર્વેષુ ભૂતેષુ તજ્જ્ઞાનં વિદ્ધિ રાજસમ્ ॥ ૨૧॥

પૃથક્ત્વેન—પૃથકતાના કારણે; તુ—પરંતુ; યત્—જે; જ્ઞાનમ્—જ્ઞાન; નાના-ભાવાન્—અનેક પ્રકારની અવસ્થાઓ; પૃથક્-વિધાન્—વિભિન્ન; વેત્તિ—માને છે; સર્વેષુ—બધા;ભૂતેષુ—જીવ તત્ત્વો; તત્—તે; જ્ઞાનમ્—જ્ઞાન; વિદ્ધિ—જાણ; રાજસમ્—રાજસિક.

Translation

BG 18.21: જે જ્ઞાનને કારણે વ્યક્તિ અનેક જીવોને વિવિધ શરીરોમાં વૈયક્તિક અને પૃથક્ જોવે છે, એ જ્ઞાનને રાજસિક માનવું.

Commentary

શ્રીકૃષ્ણ હવે રાજસિક જ્ઞાનની વ્યાખ્યા કરે છે. એ જ્ઞાનને રાજસિક જ્ઞાન કહેવામાં આવે છે જેમાં સંસારને ભગવાન સાથે સંબંધિત જોવામાં આવતો નથી અને તેથી, જીવોને તેમના જાતિ, વર્ગ, ધર્મ, પંથ,રાષ્ટ્રીયતા વગેરેના ભેદને આધારે અનેકત્વમાં જોવામાં આવે છે. આવું જ્ઞાન માનવ સમાજને અસંખ્ય શ્રેણીઓમાં વિભાજીત કરે છે. જયારે જ્ઞાન ઐક્ય સાધે છે ત્યારે તે સાત્ત્વિક બને છે અને જયારે જ્ઞાન વિભક્ત થાય છે, ત્યારે તે રાજસિક બને છે.