તચ્ચ સંસ્મૃત્ય સંસ્મૃત્ય રૂપમત્યદ્ભુતં હરેઃ ।
વિસ્મયો મે મહાન્ રાજન્હૃષ્યામિ ચ પુનઃ પુનઃ ॥ ૭૭॥
તત્—તે; ચ—અને; સંસ્મૃત્ય—વારંવાર સ્મરણ કરીને; રૂપમ્—વિશ્વરૂપ; અતિ—અતિ; અદ્ભુતમ્—અદ્ભુત; હરે:—શ્રીકૃષ્ણનું; વિસ્મય:—આશ્ચર્ય; મે—મારું; મહાન્—મહા; રાજન્—રાજા; હ્રષ્યામિ—હું આનંદથી રોમાંચિત થાઉં છું; ચ—અને; પુન: પુન:—વારંવાર.
Translation
BG 18.77: અને શ્રીકૃષ્ણના તે અત્યંત વિસ્મયકારક અને અદ્ભુત વિશ્વરૂપનું સ્મરણ કરીને હું અધિક અને અધિક આશ્ચર્યચક્તિ થાઉં છું અને હું પુન: પુન: આનંદથી રોમાંચિત થાઉં છું.
Commentary
અર્જુન શ્રીકૃષ્ણના વિશ્વરૂપના દર્શનથી ધન્ય થયો હતો કે જે મહાનતમ યોગીઓને પણ ભાગ્યે જ જોવા મળે છે. શ્રીકૃષ્ણએ તેને કહ્યું કે તેઓ તેને વિશ્વરૂપનાં દર્શન કરાવે છે કારણ કે અર્જુન તેમનો ભક્ત તથા મિત્ર છે અને તેથી તેમને પ્રિય છે. સંજયે પણ આ વિશ્વરૂપનાં દર્શન કર્યા કારણ કે વર્ણનકર્તા સ્વરૂપે તેઓ પણ આ દિવ્ય લીલાનો ભાગ હોવાનું સદ્ભાગ્ય ધરાવતા હતા. એવો સમય આવે છે, જયારે અનપેક્ષિત કૃપા આપણા માર્ગમાં પ્રગટ થાય છે. જો આપણે તેનો ઉચિત ઉપયોગ કરીએ, તો આપણે સાધનામાં તીવ્રતાથી પ્રગતિ કરી શકીએ. સંજય, તેમણે જે જોયું તેનું વારંવાર ચિંતન કરી રહ્યા છે અને ભક્તિના પ્રવાહમાં વહી રહ્યા છે.