Bhagavad Gita: Chapter 2, Verse 34

અકીર્તિં ચાપિ ભૂતાનિ
કથયિષ્યન્તિ તેઽવ્યયામ્ ।
સમ્ભાવિતસ્ય ચાકીર્તિ
ર્મરણાદતિરિચ્યતે ॥ ૩૪॥

અકીર્તિમ્—અપયશ; ચ—અને; અપિ—પણ; ભૂતાનિ—લોકો; કથયિષ્યન્તિ—કહેશે; તે—તારા; અવ્યયમ્—હંમેશને માટે; સમ્ભાવિતસ્ય—સન્માનપાત્ર વ્યક્તિ માટે; ચ—અને; અકીર્તિ:—અપયશ; મરણાત્—મૃત્યુથી પણ; અતિરિચ્યતે—વધારે હોય છે.

Translation

BG 2.34: લોકો તને કાયર અને પલાયનવાદી કહેશે. સન્માનપાત્ર વ્યક્તિ માટે, અપકીર્તિ મૃત્યુથી પણ વધારે ખરાબ છે.

Commentary

સન્માનપાત્ર લોકો માટે, સામાજિક પ્રતિષ્ઠાનું અતિ મહત્ત્વ હોય છે. યોદ્ધાઓના અમુક વિશિષ્ટ ગુણો (પ્રાકૃતિક ગુણો) ને કારણે માન અને પ્રતિષ્ઠાનું મહત્વ તેમના માટે વિશેષ હોય છે. તેમના માટે અપયશ એ મૃત્યુથી પણ વધારે દુ:ખદાયક હોય છે. શ્રી કૃષ્ણ અર્જુનને આ અંગે સ્મરણ કરાવે છે, કે જેથી જો તે ઉચ્ચ કક્ષાના જ્ઞાનથી પ્રેરિત ન થાય તો ઓછામાં ઓછું નિમ્ન કક્ષાના જ્ઞાનથી તો પ્રેરિત થાય.

વિશ્વના ઘણાં સમાજો એવાં ધોરણો નિશ્ચિત કરે છે કે જે યોદ્ધા કાયરતાને કારણે રણક્ષેત્રમાંથી ભાગી જાય, તેને સમાજમાંથી બહિષ્કૃત કરી દેવામાં આવે છે. અર્જુન જો તેના ધર્મની અવગણના કરશે તો તેને અપકીર્તિની અત્યંત પીડા સહન કરવી પડશે.