Bhagavad Gita: Chapter 2, Verse 31

સ્વધર્મમપિ ચાવેક્ષ્ય ન વિકમ્પિતુમર્હસિ ।
ધર્મ્યાદ્ધિ યુદ્ધાચ્છ્રેયોઽન્યત્ક્ષત્રિયસ્ય ન વિદ્યતે ॥ ૩૧॥

સ્વ-ધર્મમ્—વેદ નિર્ધારિત કર્તવ્ય; અપિ—પણ; ચ—અને; અવેક્ષ્ય—વિચારીને; ન—નહીં; વિકમ્પિતુમ્—વિચલિત થવું; અર્હસિ—જોઈએ; ધર્મ્યાત્—ધર્મને માટે; હિ—ખરેખર; યુધ્ધાત્—યુદ્ધ કરવા કરતાં; શ્રેય:—કલ્યાણ; અન્યત્—અન્ય; ક્ષત્રિયસ્ય—ક્ષત્રિયનું; ન—નહીં; વિદ્યતે—છે.

Translation

BG 2.31: તદુપરાંત, ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ ધર્મને ધ્યાનમાં રાખીને, તારે વિચલિત થવું જોઈએ નહીં. ખરેખર તો, ક્ષત્રિય માટે ધર્મની રક્ષાના પ્રયોજન અર્થે યુદ્ધ કરવાથી વિશેષ ઉચિત ઉદ્યમ કોઈ નથી.

Commentary

વેદો અનુસાર સ્વ-ધર્મ એ મનુષ્યનું વ્યક્તિગત કર્તવ્ય છે. સ્વ-ધર્મ અથવા તો પ્રત્યેક વ્યક્તિ માટેનાં નિયત કર્તવ્ય બે પ્રકારનાં છે—પર ધર્મ અથવા આધ્યાત્મિક કર્તવ્યો તથા અપર ધર્મ અથવા સાંસારિક કર્તવ્યો. સ્વયંને આત્મા માનતી વ્યક્તિ માટે, ભગવાનને પ્રેમ કરવો અને તેમની સેવા કરવી એ કર્તવ્ય સૂચવવામાં આવ્યું છે. આને પર ધર્મ કહે છે. આમ છતાં, મોટાભાગના મનુષ્યો આ આધ્યાત્મિક પરિપ્રેક્ષ્ય ધરાવતા ન હોવાના કારણે વેદોએ, જેઓ પોતાને શરીર માને છે, તેઓ માટે પણ કર્તવ્યો સૂચવ્યાં છે. આ કર્તવ્યો વ્યક્તિના આશ્રમ (જીવનની અવસ્થાઓ) અને વર્ણ (વ્યવસાય)ને અનુસાર નિશ્ચિત કરવામાં આવ્યા છે. આ આધ્યાત્મિક કર્તવ્યો અને સાંસારિક કર્તવ્યો વચ્ચેનો ભેદ, ભગવદ્ ગીતા તથા વૈદિક દર્શનોનું વિશાળ ફલક પર અધ્યયન કરતી વખતે ધ્યાનમાં રાખવો આવશ્યક છે.

અર્જુન ક્ષત્રિય કુળનો હોવાથી તે એક યોદ્ધા હતો અને તેથી યોદ્ધા તરીકે તેનું કર્તવ્ય ધર્મ રક્ષણ અર્થે યુદ્ધ કરવાનું હતું. શ્રી કૃષ્ણ તેને શારીરિક સ્તરે સ્વ-ધર્મ અથવા નિત્ય કર્મરૂપે સૂચવે છે