Bhagavad Gita: Chapter 2, Verse 23

નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ ।
ન ચૈનં ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ ॥ ૨૩॥

ન—નહીં; એનમ્—આ આત્માને: છિન્દન્તિ—ટુકડે ટુકડા કરી શકે છે; શસ્ત્રાણિ—શસ્ત્રો; ન—નહીં; એનમ્—આ આત્માને; દહતિ—બાળી શકે છે; પાવક:—અગ્નિ; ન—નહીં; ચ—અને; એનમ્—આ આત્માને; ક્લેદયન્તિ—ભીંજવી શકે છે; આપ:—જળ; ન—કદી નહીં; શોષયતિ—સૂકવે છે; મારુત:—પવન.

Translation

BG 2.23: આ આત્માને શસ્ત્રોથી છેદી શકાતો નથી કે અગ્નિથી બાળી શકાતો નથી. જળ તેને ભીંજવી શકતું નથી, કે પવન તેને સૂકવી શકતો નથી.

Commentary

ચેતના, કે જે આત્માનું લક્ષણ છે, તેને ભૌતિક સાધનો દ્વારા સમજી શકાય છે, પરંતુ સ્વયં આત્માનો ભૌતિક પદાર્થો દ્વારા સંપર્ક કરી શકાતો નથી. આમ કેવળ એટલા માટે છે કે, આત્મા દિવ્ય છે અને તેથી ભૌતિક પદાર્થોની ક્રિયા-પ્રતિક્રિયાઓથી પરે છે. શ્રી કૃષ્ણ આ અંગે ખૂબ અદ્ભુત રીતે અભિવ્યક્તિ કરતાં કહે છે કે, આત્માને પવન સૂકવી શકતો નથી કે જળ ભીંજવી શકતું નથી કે અગ્નિ બાળી શકતી નથી.